તુજ સમ કોઈ નહિ નાથ



આભની તારલે જડેલી ચુંદડી બનાવી મેં તો,
ઓ પ્યારા તારી પ્રીત ની જોળ સામે ટુકી પડી;

સુરોની રેલમ છેલ કરી ઢાળી મધુર રાગીની,
ઓ સ્વામી તારા અંતર સંગીત સામે ફીકી પડી;

પ્રીત વાયુ ના વમળ બનવી વંટોળ જગાવ્યો,
વિરાટ સ્વરૂપ તુજ આલોક તુફાન માં ખરી પડી;

બિંદલ તો ફરતી હતી સર્વને સામે ગુમાનમાં,
કૃપાસીધું વ્હાલા તુજ ચરણકમલ માં ઢળી પડી;




Comments

Post a Comment


Popular posts from this blog

प्रार्थना

उनसे बेहतर बताओ ना