Posts

Showing posts from April, 2012

મુજ જીવન ટમટમે

Image
તું ત્યાંથી દુર નજરે પડે, ત્યારે એવું લાગે મને તુજ હૈયું સ્પંદન કરે અને મુજ જીવન ટમટમે લાલ નહિ લીલી નહિ, નહિ સતરંગી થવું મને સ્વામી મને તો ફક્ત તુજ રંગમાં રંગાઈ જવું ગમે મુજમાં તું અને તુજમાં સકળ વિશ્વનો પ્રેમ ભળે પગરવે તુજ ચરણકમળનાં મુજ મસ્તક નમે સાધક હૈયે તુજ પ્રેમ વ્યાપ્ત એવોતો નજરે ચડે આજ સકળ આલાપે સાધક, સ્વામી થઇને ભમે નજરોમાં જડાવ્યું તુજ સ્વરૂપ,બીજું તે કેમ ગમે? મુજ હૈયે વસતો તું , મુજ નૃત્યમાં તુજ થનગને બિંદલ ગાંડી-ઘેલી અલબેલી તારી થઈને ધૂમે હો રંગીલા તુજ પ્રેમની અથાંગ ગંગામાં વહે અને જુમે

અજાણ સર્વથી, તુજને જાણું

Image
ઓ પ્યારા, પ્રિયતમ, સમજણ નથી તુજને સમજવાની હું તો તુજને મારી પ્રાથનામાં સમાવી પ્રેમ કરી જાણું હા, નથી કોઈ બુજ તારા મોંન કે શબ્દોને પરખવાની હું તો તારા આંસુની જોડે વહેતા હાસ્યને જીવી જાણું કોને પરવાહ છે અહી જીવનના લક્ષ્યની કે મોક્ષની સ્વામી, ફક્ત તારી આંગળી પકડીને ચાલી જાણું નહિ સમજણ સત્ય, અસત્ય જોઈ ચાલ ચાલવાની તુજ હ્રદયના સ્પંદન સુણી સઘળા નિર્ણય લઇ જાણું હા સ્વામી, બિંદલ તો તુજ ચરણોમાં જ રહીજવાની બાકી આમજ જાણું છું કહી અહંકાર નોતરી જાણું