માફ કરજે


માફ કરજે


મારા શબ્દો તુજને વાગ્યા હોય તો, માફ કરજે,
શબ્દ કેરા કીચડને, તુજ દિલ માંથી સાફ કરજે ;

હું તો છુ બુંદ, તું મધમધતો દરિયો વ્હાલા,
તુજ વિશાળતામાં આટલું તો કાજ ધરજે;

પ્રેમ કરવાનો તો, સ્વભાવ થઇ ગયો છે હવે,
મુજ પ્રેમ તુજ ને ખુપે તો, સહેજ અવાજ કરજે ;

નફરત તો નહિ કરી સકે બિંદલ કોઈ ને , પરંતુ!
મોંન થઇ જઈશ, ત્યારે મુજ મૃત્યુ પર નાજ કરજે;

મારા શબ્દો તુજને વાગ્યા હોય તો, માફ કરજે,
શબ્દ કેરા કીચડ ને તુજ દિલ માંથી સાફ કરજે.

Comments

Post a Comment


Popular posts from this blog

आभार गुरुदेव

आज के क्षण

प्रार्थना