Posts

Showing posts from October, 2011
તું મારો સ્વામી પ્રીતમ મારા સપનામાં આવને જાણી જાણી, હું તો થઈશ મીરાં,અને તું મારો સ્વામી; આજ દીપાવલીમાં તો એવા રંગ લગાવ્યા, મુજ મન કેરા દીપક જળહળતા જગાવ્યા, મુજ ગીતમાં તુજ છે રાગ અને તુજ રાગીની, પ્યારા તારી પ્રીતને ક્ષણે ક્ષણે રહી માણી; સતરંગી સૂરમાં પચરંગી પ્રેમ તારો, દેવાંગી દેહમાં સર્વાંગે સ્નેહ તારો; આજ નવા કેટલાય સજ્યા છે સાજ, તોય તારો ને મારો એ જ જુનો રીવાજ, વહેલા આંગણે પધારો હો રંગીલા રાજ, હવે પ્રત્યેક વર્તને તુજને લીધો છે વખાણી; પાવડીના પગરવમાં ચમકીલી ચાલ તારી, દિલના દરવાજામાં હાસ્ય હીલોળ તારી; આજ પ્રેમની કરી દે ને રેલમછેલ, રાજ ઉતારી અહંકારની મોટી હેલ, બિંદલ નાચશે બનીને મોરની ઢેલ, સાંવરા સ્વામી તુજ પ્રેમમાં રંગાણી; પ્રીતમ મારા સપનામાં આવને જાણી જાણી, હું તો થઈશ મીરાં,અને તું મારો સ્વામી.

માત્ર તારી એક હસી

માત્ર તારી એક હસી કોઈને માટે સંપતિ કોઈને માટે સંસારની સઘળી ખુશી, પણ મારા માટે મારું જીવન માત્ર તારી એક હસી; જીવનની લાલીમાં જેમ પ્રત્યેક ક્ષણ રહેતી આખોમાં, પ્રેમની અવિરત ગંગા તારી વહેતી અનેક શ્વાસોમાં; કોઈને માટે તું ગુલાબ તો કોઈને મન કમલ કળી, મારામાટે તું, જીવન સતરંગી કરતી મારી માવડી ; પંખીની ઉડવાની હોશ હમેશ એની પોતાની પાંખોમાં, એમ હું ઉડતી અવકાશ આકાશ તુજ પ્યારી વાતોમાં; કોઈનો તું ઈશ્વર, કોઈનો અલ્લાહ, તો કોઈનો મનમાની, પણ બિંદલ માટે તો તું રહીશ હમેશાં સાંવરો સ્વામી; કોઈને માટે સંપતિ કોઈને માટે સંસારની સઘળી ખુશી, પણ મારા માટે મારું જીવન માત્ર તારી એક હસી.