એનીજ એક ઓળખાણ છે આજ એનીજ એક ઓળખાણ છે બનાવી રહ્યો છે એ અમૃત જેને એ દિલ પણ આરસપ્હાણ છે મુજને નથી અફસોસ આ ક્ષણ નો એની હારમાં પણ જીતના એંધાણ છે જેને શીખવે છે એ કથા અનુશાશનની એને શું ખબર એ કક્કાથી પણ અજાણ છે પ્રેમ થી એનું દિલ ભરવા મથી રહ્યો એ એને નથી જાણ અહિયાં તો ઊંડી ખાણ છે બિંદલના સાંવરા સ્વામી લુટાવે પ્રેમસાગર પણ આ શું? પ્રેમની નહિ નફરતની રમખાણ છે
Posts
Showing posts from May, 2011
- Get link
- X
- Other Apps
ઈશ્વર હોય તુજમાં તો શાને ગુમાન રાખે છે? ઈશ્વર હોય તુજમાં તો શાને ગુમાન રાખે છે ? હોઠોમાં પ્રેમ દિલમાં અભિમાન રાખે છે ? આજ એકથી અનેક સુધી અસત્યની આડશ, પાલવમા લાશ, અને મોઢામાં રામ રાખે છે ? આજતો જોઈ લીધો દુનિયામાં સમાયેલો નાથ, દ્વિમુખી બને લોકો અને વળી હૈયે હામ રાખે છે; બિંદલ તો વિચારતી તુજને જાણી દુનિયા અજાણી ? પણ પાંજરે પૂરી તુજને વ્હાલા એ, હાથમા ડામ રાખે છે. ઈશ્વર હોય તુજમાં તો શાને ગુમાન રાખે છે ? હોઠોમાં પ્રેમ દિલમાં અભિમાન રાખે છે ?
માફ કરજે
- Get link
- X
- Other Apps
માફ કરજે મારા શબ્દો તુજને વાગ્યા હોય તો, માફ કરજે, શબ્દ કેરા કીચડને, તુજ દિલ માંથી સાફ કરજે ; હું તો છુ બુંદ, તું મધમધતો દરિયો વ્હાલા, તુજ વિશાળતામાં આટલું તો કાજ ધરજે; પ્રેમ કરવાનો તો, સ્વભાવ થઇ ગયો છે હવે, મુજ પ્રેમ તુજ ને ખુપે તો, સહેજ અવાજ કરજે ; નફરત તો નહિ કરી સકે બિંદલ કોઈ ને , પરંતુ! મોંન થઇ જઈશ, ત્યારે મુજ મૃત્યુ પર નાજ કરજે; મારા શબ્દો તુજને વાગ્યા હોય તો, માફ કરજે, શબ્દ કેરા કીચડ ને તુજ દિલ માંથી સાફ કરજે.
- Get link
- X
- Other Apps
ક્યાં સુધી? એને મને પૂછ્યું તારા દિલના ધબકાર ક્યાં સુધી? મેં કહ્યું મારો સાંવરો નાથ દિલમાં છે ત્યાં સુધી, કોઈ કહે ગાંડી, કોઈ કહે ભોળી, કોઈ કહે છુ ઘેલી, કોઈને કારણ નથી જીવન, જીવન તો એનો પ્રસાદ! હું તો મારા સાંવરાજી ની માટે તો બિંદલ અલબેલી; એને મને પૂછ્યું આમ ગાંડી રહીશ ક્યાં સુધી? મેં કહ્યું મારા સ્વછોસ્વાસ આ દિલમાં ત્યાં સુધી , સુરજ ની વણેલી સોનેરી લાલી લાલાશમાં, ભલે દુનિયા પૂછે, કેમ વિસરી જિંદગી ની રીત? જીવન તો વીતાવીશ મારા વ્હાલાના મધુમાસમાં; એને મને પૂછ્યું જીવનનું મજાક બનાવીશ ક્યાં સુધી? મેં હસતા કહ્યું આ ધરતી - આકાશ છે ત્યાં સુધી.
જન્મદિનની શુભકામના
- Get link
- X
- Other Apps
.. જન્મદિનની શુભકામના .. આજ નો દિવસ જાણે સાક્ષાત સત્યનો અવતાર લાગે છે, એમના જન્મદિન પર ધરાએ સજેલો શણગાર લાગે છે; મુજ મુખથી નીકળે શબ્દ,સર્વે બને પર્થના એના માટે, રોજ તો પ્રાથના કરતી'તી હું સર્વને માટે, પણ આજ કૈક! મારી પ્રાથનામાં જાણે કે એનો જ અધિકાર લાગે છે; મસ્તક ઝુકે જયારે કોઈ સામે, અર્ચના તારીજ હૈયે ધરે; આરાધના મારી પ્રભુની પાસે, પ્રભુ ને માટે પરંતુ આજ, મારી આરાધનામાં એ ખુદા ખુદ ખેવનહાર લાગે છે! જન્મદિનની ખોબલે ખોબલે શુભકામના નટખટને, ભેટ દેવા તુજને મુજ પાસે મારું કશું નહિ! મુજ જીવન? બિંદલનું આજીવન પણ આપના દિલનો ધબકાર લાગે છે .
- Get link
- X
- Other Apps
... અનુભૂતિની ક્ષણે ... ભર અંધારે ચમકતા સિતારા જોયા છે , તારી પ્રીતમાં એવા તો નઝારા જોયા છે ; હતો એ પગરવ તારા ચરણકમલનો? કે પછી, તારા ચેતનશબ્દો સીધા હ્રદયે પહોચ્યા છે ? સત્ય ની ખોજ હોય રોજ રોજ,પરંતુ આ શું ? આજ સત્યને સામે જોયને સઘળા હોશ ખોયા છે ! વર્ષા તો બહાનું પાલવ ભીંજાવાનું , બાકી! અનુભૂતિની ક્ષણે નયન એટલા તો રોયા છે; બિંદલના સાંવરા સ્વામી, તુજને ના જાણ્યો જેને; એને તો જગતના બધા સુખ પામીને પણ ખોયા છે .
- Get link
- X
- Other Apps
સધળું સર્વસ્વ તારું પણ તું મારો સ્વરૂપ લીલી છમ ધમ ધમતી, નદીઓથી ભરપુર છલ છલતી , માટીની ખુશ્બુથી મધ મધતી ધરતી, ઓ છેલાજી તારી છે! રંગીલાજી તારી છે ; તારક વૃંદ થી સાજ સજતું , ચન્દ્ર ની શીતળતા અર્પતું , સુરજ કેરી રોશની પાથરતું આકાશ, ઓ છેલાજી તારું છે ! રંગીલાજી તારું છે. પ્રેમ રૂપી સઘળી ભાવના, હ્રદયની અંતર તણી કામના, સધળા આત્માની સદભાવના, ઓ છેલાજી તારી છે ! રંગીલાજી તારી છે ; ઓ સૃષ્ટી તણા સર્જનહાર, જીવન નૈયાના ખેવનહાર, સધળું સર્વસ્વ તારું છે , પણ છબીલા તું મારો છે ! ઓ રંગીલા તું બિંદલ નો છે! હા સાંવરા તું મારો જ છે .
- Get link
- X
- Other Apps
તુજ સમ કોઈ નહિ નાથ આભની તારલે જડેલી ચુંદડી બનાવી મેં તો, ઓ પ્યારા તારી પ્રીત ની જોળ સામે ટુકી પડી; સુરોની રેલમ છેલ કરી ઢાળી મધુર રાગીની, ઓ સ્વામી તારા અંતર સંગીત સામે ફીકી પડી; પ્રીત વાયુ ના વમળ બનવી વંટોળ જગાવ્યો, વિરાટ સ્વરૂપ તુજ આલોક તુફાન માં ખરી પડી; બિંદલ તો ફરતી હતી સર્વને સામે ગુમાનમાં, કૃપાસીધું વ્હાલા તુજ ચરણકમલ માં ઢળી પડી;
- Get link
- X
- Other Apps
આકાશ ની આડે આડશ કરી નાખું આકાશ ની આડે આડશ કરી નાખું, મુંઢ પોળિયા ને પણ, બોલતા કરી નાખું; બસ તું જો મારી સાથે હોય, પછી તો, આકાર ને પણ, નિરાકાર કરી નાખું; સાંવરા માત્ર મારો હાથ થામી લે, પછી તો, આ પત્થર દિલ ને પણ, પાણી કરી નાખું; તારા પ્રેમ થી ભીંજવી દે બસ, પછી તો, આ સાગર ને પણ, મધુરો કરી નાખું; હે નાથ ચાલો પ્રત્યેક ક્ષણ સાથ, પછી તો, ભર મજધારે પણ, કિનારો બનાવી નાખું ; ગુંજાવી દો બિંદલના હ્રદયનો એકતારો, પછી તો, શૂન્યમાં પણ સુર રેલાવી, સંગીત બનાવી નાખું.
- Get link
- X
- Other Apps
અહી લેવા નહી આપવા ઝૂકવું પડે ગુંજન એનું પણ ધરવું પડે, ક્યારેક અંધારે ભટકવું પડે ; જીવન તો એનું અનમોલ રત્ન, એને પામવા દરિયે ડૂબવું પડે; પંખી છો ને ઉડે ખુલે આકાશે, ક્યારેક વગર પાંખે ઉડવું પડે; રહેમત એની ખોલ્યા બધા દ્વાર, નહી તો બંધ દ્વાર ને તોડવું પડે; બિંદલ વિસરી ગઈ'તી પ્રકૃતિ ને , અહી લેવા નહી આપવા ઝૂકવું પડે .
- Get link
- X
- Other Apps
એ તો છે મુજ થી તુજ માં કલ્પના ના મોતી લઇ ઉભી હતી પ્રેમ ના બીછોના બિછાવી રાખેલ સાવરો આવી મને તો, એમજ લઇ ગયો એની નજર ના તો મોતી ભણી ના હતી એની નજર બીછોના ભણી એની નજર હતી મુજ આત્મ ભણી આશા ની કિરણ નું સવાર કરી લીધું હતું અનંત ની વિશાળતા નું ઘર ધરી લીધું હતું પ્રીતમેં તો મને વગર વાદળ ભીંજવી દીધી એને ના તો જરૂર મારા આશા કિરણ ની ના તો જરૂર એ ને મુજ થી તુજ ની વિશાળતા ની વાલમજી ની કરુણા ત્યારે સમજાણી જયારે બિંદલ અહંકાર થી છીણાની બધું જાણી બની રહી અજાણી એ તો છે ત્યાજ મુજ થી તુજ માં અહંકાર ને હટાવવા અહંકાર ખોજતી ફરી
- Get link
- X
- Other Apps
...પામી લીધો નાથ તુજને... પામી લીધો નાથ તુજને, નથી કોઈ આશ મુજને હવે, તારી અંદર નો સાગર જોયો મેં તો , નહિ જોવો મારે આ ભવસાગર હવે; તરી ગઈ તારા પ્રેમ ની મોજ વિંજતી, નથી તરવું બીજે નદી કે સાગર હવે; પામી લીધું તારા વિશ્વાસ નું અમુલ્ય મોતી, નથી આશા કોઈ ના પ્રેમ રત્ન ની હવે; ઈશ્વર જોઈ લીધો સાંવરા તારી નજરે, નથી જોતી દ્રષ્ટિ કઈ બીજું જોવા હવે; મોક્ષ તો પામી નાથ તુજમાં સમાય જઈને , નહિ જોતા મુજને સ્વર્ગ ના દરવાજા હવે ; બિંદલ તો તારી દીવાની થઇ જીવે છે સાંવરાજી, નથી જોતો આ જાત ને કોઈ સમજનારો હવે; પામી લીધો નાથ તુજને, નથી કોઈ આશ મુજને હવે.
- Get link
- X
- Other Apps
પ્રેમ મૂર્તિ મારા જીવન ની માં તુજ તો છે સ્વરૂપ પ્રેરણા નું ઝરણું દે છો બે ચાર ડારા અને સંભાળે જયારે પણ ઉડે આ અહંકાર નું તરણું તું પ્રેમ મૂર્તિ મારા જીવન ની તું છે રાગીની મારા ગંથન ની વિશ્વાસ છે મને જયારે કોઈ ના દે મારો સાથ તારી પ્રીત છે હમેશા મારી સાથે ત્યારે તો તું કહે હું છુ ને બેટા અને ચુમે મારો હાથ તું પ્રેમ મૂર્તિ મારા જીવન ની તું છે રાગીની મારા ગંથન ની જીવનની પ્રત્યેક સીડી પર બની છે તું મારો સહારો પછી ભલે હું જીતું કે હારું બધુજ જીત બની જાયે કેમ કે મારી સાથે છે તારા અનુભવ નો ઈજારો તું પ્રેમ મૂર્તિ મારા જીવન ની તું છે રાગીની મારા ગંથન ની
- Get link
- X
- Other Apps
હું તારી મીરાં તું મારો સાંવરો આ જિંદગી ની ક્ષણ ,એક થી પ્રત્યેક પળ છે એ અંતે તો તારી મારી જ કથા હોય સુખની ગાથા કે દુઃખ અને વ્યથા આંખ માં ભરેલા તારાજ પ્રેમ ના નીર સ્વપ્ન માં તુજ તું અને તારા તેજ નું હીર પ્રાથના માં મારી સમયો તું એવી રીતે શરીર માં આત્મા સમય જાય જેવી રીતે સ્વામી હોઈશ તું દુનિયા ને માટે પણ મન નો માણીગર મારા માટે ભલે ને હોય સ્વભાવ બિંદલનો આવારો તોય હું તારી મીરાં તું મારો સાંવરો