અહી લેવા નહી આપવા ઝૂકવું પડે

ગુંજન એનું પણ ધરવું પડે,
ક્યારેક અંધારે ભટકવું પડે ;

જીવન તો એનું અનમોલ રત્ન,
એને પામવા દરિયે ડૂબવું પડે;

પંખી છો ને ઉડે ખુલે આકાશે,
ક્યારેક વગર પાંખે ઉડવું પડે;

રહેમત એની ખોલ્યા બધા દ્વાર,
નહી તો બંધ દ્વાર ને તોડવું પડે;

બિંદલ વિસરી ગઈ'તી પ્રકૃતિ ને ,
અહી લેવા નહી આપવા ઝૂકવું પડે .



Comments

Popular posts from this blog

आभार गुरुदेव

आज के क्षण

प्रार्थना