હું તારી મીરાં તું મારો સાંવરો




આ જિંદગી ની ક્ષણ ,એક થી પ્રત્યેક પળ
છે એ અંતે તો તારી મારી જ કથા
હોય સુખની ગાથા કે દુઃખ અને વ્યથા

આંખ માં ભરેલા તારાજ પ્રેમ ના નીર
સ્વપ્ન માં તુજ તું અને તારા તેજ નું હીર

પ્રાથના માં મારી સમયો તું એવી રીતે
શરીર માં આત્મા સમય જાય જેવી રીતે

સ્વામી હોઈશ તું દુનિયા ને માટે
પણ મન નો માણીગર મારા માટે

ભલે ને હોય સ્વભાવ બિંદલનો આવારો
તોય હું તારી મીરાં તું મારો સાંવરો



Comments

Post a Comment


Popular posts from this blog

आभार गुरुदेव

आज के क्षण

प्रार्थना