ક્યાં સુધી?


એને મને પૂછ્યું તારા દિલના ધબકાર ક્યાં સુધી?
મેં કહ્યું મારો સાંવરો નાથ દિલમાં છે ત્યાં સુધી,

કોઈ કહે ગાંડી, કોઈ કહે ભોળી, કોઈ કહે છુ ઘેલી,
કોઈને કારણ નથી જીવન, જીવન તો એનો પ્રસાદ!
હું તો મારા સાંવરાજી ની માટે તો બિંદલ અલબેલી;

એને મને પૂછ્યું આમ ગાંડી રહીશ ક્યાં સુધી?
મેં કહ્યું મારા સ્વછોસ્વાસ આ દિલમાં ત્યાં સુધી ,

સુરજ ની વણેલી સોનેરી લાલી લાલાશમાં,
ભલે દુનિયા પૂછે, કેમ વિસરી જિંદગી ની રીત?
જીવન તો વીતાવીશ મારા વ્હાલાના મધુમાસમાં;

એને મને પૂછ્યું જીવનનું મજાક બનાવીશ ક્યાં સુધી?
મેં હસતા કહ્યું આ ધરતી - આકાશ છે ત્યાં સુધી.



Comments

Popular posts from this blog

प्रार्थना

उनसे बेहतर बताओ ना