... અનુભૂતિની ક્ષણે ...



ભર અંધારે ચમકતા સિતારા જોયા છે ,
તારી પ્રીતમાં એવા તો નઝારા જોયા છે ;

હતો એ પગરવ તારા ચરણકમલનો? કે પછી,
તારા ચેતનશબ્દો સીધા હ્રદયે પહોચ્યા છે ?

સત્ય ની ખોજ હોય રોજ રોજ,પરંતુ આ શું ?
આજ સત્યને સામે જોયને સઘળા હોશ ખોયા છે !

વર્ષા તો બહાનું પાલવ ભીંજાવાનું , બાકી!
અનુભૂતિની ક્ષણે નયન એટલા તો રોયા છે;

બિંદલના સાંવરા સ્વામી, તુજને ના જાણ્યો જેને;
એને તો જગતના બધા સુખ પામીને પણ ખોયા છે .




Comments

  1. This new design of your blog is cool, but there should be 'category and archive' widgets so that one can easily navigate older posts. By the way you always choose nice photographs!

    ReplyDelete
  2. tnQ :) have archive add kari nakhyu....

    ReplyDelete

Post a Comment


Popular posts from this blog

आभार गुरुदेव

आज के क्षण

प्रार्थना