Posts

Showing posts from September, 2011

Happy bday bapu

Image
Happy bday bapu અમારા પ્યારા પ્યારા બાપુ, કોઈ દિવસ નો વાંચે છાપું , તોય કહે ચાલો બધું જ્ઞાન આપું, ચાલો આત્મા જ્ઞાનનું બીજ રોપી આપું; ટીંગા ટોળી, લશ્કર- મશ્કર, ચાલ્યું રાજકોટ ગામમાં, જન્મદિવસ ઉજવાશે બાપુનો , આજે સૌરાષ્ટ્ર સમર્પણ ધામમાં; અમે બધા બાપુના પપ્પુ બાળકો, ગાઈએ જન્મદિવસની શુભકામના, એકજ હ્રદયે પ્રાથના આમારી, પૂરી થાય તમારી બધી મનોકામના; ચાલો ચાલો, હસો છો શું? બાપુ ! ચોકલેટ અમને આપો હાથમાં, આજ તમારો જન્મદિવસ મનાવીશું, સાધક સૌ આત્મ સંગાથમાં.
Image
ભાવે છલકતી ભાવનગર નગરી પ્રેમ ભાવથી ભરેલી આ ગગરી, ભાવે છલકતી ભાવનગર નગરી; રંગીલી સંસ્કૃતિના છાંયે છાંયે, વીર શુરાઓ એ રક્ષેલી નગરી, અનેક ભાવ રંગોથી થઇ સતરંગી, ભાવે છલકતી ભાવનગર નગરી; દાદાગુરુંની છે જન્મભૂમી, દેવી તત્વોએ બક્ષેલી નગરી, પ્રેમ-પુણ્યની જ વાતો અહિયાં, ભાવે છલકતી ભાવનગર નગરી; સુરજ આવે સવારે ગઠીયા સાથે, ચાંદા મામાની સોમ્ય નગરી, ભરતી સાથે પ્રેમની હીલોળ લેતી, ભાવે છલકતી ભાવનગર નગરી; આમે ટેણકા-મેણકા પ્યારા બાપુના, આતો હવે બાપુની પ્યારી નગરી, પ્રાથના, ભાવ સાથે તુજમાં સમાહિત, ભાવે છલકતી ભાવનગર નગરી પ્રેમ ભાવથી ભરેલી આ ગગરી, ભાવે છલકતી ભાવનગર નગરી.