તુજ છે નાથ મુજમાં સમાયો
તુજ છે નાથ મુજમાં સમાયો, તુજ વ્હાલા તડકે ઠંડો છાયો ; અજ્ઞાન ને જ્ઞાન સમજી હુંતો, તુએ જ એ અહંકાર ભંગાવ્યો; પ્રેમ મારો હતો સ્વાર્થના છાંયે, તુએ જ તો મુજ પ્રેમને દીપાવ્યો; તરતા નો'તું આવડતું હતો બાગ, તરતા શીખવી દરિયો લગાવ્યો; બિંદલ રાચતી હતી હું અને તુંમાં, સાંવરા તે જ બિંદુ શુન્ય બનાવ્યો.