એનીજ એક ઓળખાણ છે



આજ એનીજ એક ઓળખાણ છે
બનાવી રહ્યો છે એ અમૃત જેને
એ દિલ પણ આરસપ્હાણ છે

મુજને નથી અફસોસ આ ક્ષણ નો
એની હારમાં પણ જીતના એંધાણ છે

જેને શીખવે છે એ કથા અનુશાશનની
એને શું ખબર એ કક્કાથી પણ અજાણ છે

પ્રેમ થી એનું દિલ ભરવા મથી રહ્યો એ
એને નથી જાણ અહિયાં તો ઊંડી ખાણ છે

બિંદલના સાંવરા સ્વામી લુટાવે પ્રેમસાગર
પણ આ શું? પ્રેમની નહિ નફરતની રમખાણ છે


Comments