Posts

અહંકારને નહિ તો આમ જગવી નાખું છુ

Image
અહંકારને નહિ તો આમ જગવી નાખું છુ વ્હાલા હજી હું એવી જ સરળ છુ, તો પણ શીલાને છિદ્રી નાખું છુ; શોખ છે મને પણ ડૂબવા નો નાથ, કોણજાણે કેમ તરીને તારી નાખું છુ; મને હરવાનો શોખ ઘણો છે તુજ માટે, હરવા છતાં જીતનારને થકવી નાખું છુ; અહંકારને જીતવું સરળ નહિ સમજુ છુ, એવી સમય ખુદને દ્રષ્ટા કરી નાખું છુ; બિંદલ તો તુજ ચરણ પર નામવા આવી, અહંકારને નહિ તો આમ જગવી નાખું છુ;

કિનારે બેઠી હતી પણ મજધારમાં સમાઈ ગઈ

Image
કિનારે બેઠી હતી પણ મજધારમાં સમાઈ ગઈ હવે તો અજવાળા થયા રાત અંધારી રેલાઈ ગઈ, પ્રભુ તારી કૃપા આ દિલ પર એવીતો છવાઈ ગઈ; ઈશ્વર નશ્વરની વાતોમાં બંધાયેલી હું, આજ તો, જાણે તુજ દીવા દાંડીની રોશનીથી અંજાઈ ગઈ; સુરજ સન્મુખ ન'તી થા'તી નજર પણ, આજ તો, તુજને નિહાળ્યો તો સુરજની જાખપ વર્તાઈ ગઈ; અસત્યના કચવાટનો અફસોસ નથી સાંવરા! બિંદલ તુજ અથાંગ પ્રેમ સાગરમાં લહેરાઈ ગઈ; ગુરુ પૂનમને ટાણે ભરતી આવી અચાનક એવી, કિનારે બેઠી હતી પણ મજધારમાં સમાઈ ગઈ.

કહું તો, ખોટું છે

Image
... કહું તો, ખોટું છે ... હું એકલી વહી નથી શકતી એમ કહું તો, ખોટું છે, સામુહિકતામાં રહી નથી શકતી એમ કહું તો, ખોટું છે; સ્વીકારું છુ ડર મને પણ છે, અહંકારનો વિધાતા, કોઈ વાતથી ડરી નથી શકતી એમ કહું તો, ખોટું છે; જો તું હશે સાથે તો અહંકાર જોડે પણ લડી લઈશ, બખ્તરમાં રહી જીતી નથી શકતી એમ કહું તો, ખોટું છે; બિંદલ તો તુજ સઘળી પ્રીત પામી ગઈ સાંવરા, હવે નફરતને પ્રીતમાં ફેરવી નથી શકતી એમ કહું તો, ખોટું છે.

આવી જજે સમર્પણના જહાંનમાં

Image
આવી જજે સમર્પણના જહાંનમાં એમ થોડો મળી જશે એ એકલ નામમાં, શોધવો પડશે એને કણ કણ તમામમાં; પ્રેમ તો એનાથી થતી શરૂઆત માત્ર! બાકી નહિ મળે જો હશે તું અભિમાનમાં; અંધારે ;અજવાળા ?? માત્ર કલ્પના, એને હકીકત થતી જોજે શક્તિધામમાં; બિંદલ કહે અમૃતની પ્યાસ હોય તુજને, તો આવી જજે સમર્પણના જહાંનમાં.

તુજ ચરણ છે રાહ અને એજ મુકામ છે

Image
તુજ ચરણ છે રાહ અને એજ મુકામ છે જિંદગીની વાતોનો ભલે ને મેં કર્યો, મોટો અહેવાલ છે, બાકી તો શું કરવું શું નહિ, એ એને પૂરે પૂરો ખ્યાલ છે; મોટા કે ખોટા કર્યો વગર પૂછ્યે કરે, કોઈનો ડર નહિ! અને આ શું ? નાની અમથી વાતમાં કર્યો સવાલ છે ? સમજો છો એવો સામાન્ય નથી,જોઈ શકાય તો જોઈ લો, એ તો આકારમાં સમાયેલો પરમ નિરાકાર મહાન છે! બિંદલના સાંવરા સ્વામી, સત્યનો નાદ ગુંજાવે શૂન્યમાં, હવે તો વાહલા તુજ ચરણ છે રાહ અને એજ મુકામ છે.

અહી ઈશ્વર પણ ભરમાઈ જાય છે

Image
અહી ઈશ્વર પણ ભરમાઈ જાય છે અંધકારથી સુરજ ભણી નજર, પણ આંખ અંજાય જાય છે! પ્રેમની વાતો કરનારા જયારે, નફરતની દોર વીંધી જાય છે; અહી માત્ર ખુદથી ખુદાને જાણવું મુશ્કેલ થઇ રહ્યું, આકાશ અને અવકાશમાં કેમ ભેદ પરખાય જાય છે? આ દુનિયામાં માત્ર પૈસો અને પંડિતાઈ જ પૂજાય છે, "પ્રત્યેકમાં ઈશ્વરને જોવો"કહેવા વાળો ક્યાં ખોવાઈ જાય છે? બિંદલના સાંવરા સ્વામી, અહી માત્ર દ્રષ્ટા બની જોવું રહ્યું , બાકી કઠપુતલીના ખેલમાં અહી ઈશ્વર પણ ભરમાઈ જાય છે.
Image
એનીજ એક ઓળખાણ છે આજ એનીજ એક ઓળખાણ છે બનાવી રહ્યો છે એ અમૃત જેને એ દિલ પણ આરસપ્હાણ છે મુજને નથી અફસોસ આ ક્ષણ નો એની હારમાં પણ જીતના એંધાણ છે જેને શીખવે છે એ કથા અનુશાશનની એને શું ખબર એ કક્કાથી પણ અજાણ છે પ્રેમ થી એનું દિલ ભરવા મથી રહ્યો એ એને નથી જાણ અહિયાં તો ઊંડી ખાણ છે બિંદલના સાંવરા સ્વામી લુટાવે પ્રેમસાગર પણ આ શું? પ્રેમની નહિ નફરતની રમખાણ છે