અહી ઈશ્વર પણ ભરમાઈ જાય છે
| અહી ઈશ્વર પણ ભરમાઈ જાય છે અંધકારથી સુરજ ભણી નજર, પણ આંખ અંજાય જાય છે! પ્રેમની વાતો કરનારા જયારે, નફરતની દોર વીંધી જાય છે; અહી માત્ર ખુદથી ખુદાને જાણવું મુશ્કેલ થઇ રહ્યું, આકાશ અને અવકાશમાં કેમ ભેદ પરખાય જાય છે? આ દુનિયામાં માત્ર પૈસો અને પંડિતાઈ જ પૂજાય છે, "પ્રત્યેકમાં ઈશ્વરને જોવો"કહેવા વાળો ક્યાં ખોવાઈ જાય છે? બિંદલના સાંવરા સ્વામી, અહી માત્ર દ્રષ્ટા બની જોવું રહ્યું , બાકી કઠપુતલીના ખેલમાં અહી ઈશ્વર પણ ભરમાઈ જાય છે. |
Comments
Post a Comment