કિનારે બેઠી હતી પણ મજધારમાં સમાઈ ગઈ




કિનારે બેઠી હતી પણ મજધારમાં સમાઈ ગઈ



હવે તો અજવાળા થયા રાત અંધારી રેલાઈ ગઈ,
પ્રભુ તારી કૃપા આ દિલ પર એવીતો છવાઈ ગઈ;

ઈશ્વર નશ્વરની વાતોમાં બંધાયેલી હું, આજ તો,
જાણે તુજ દીવા દાંડીની રોશનીથી અંજાઈ ગઈ;

સુરજ સન્મુખ ન'તી થા'તી નજર પણ, આજ તો,
તુજને નિહાળ્યો તો સુરજની જાખપ વર્તાઈ ગઈ;

અસત્યના કચવાટનો અફસોસ નથી સાંવરા!
બિંદલ તુજ અથાંગ પ્રેમ સાગરમાં લહેરાઈ ગઈ;

ગુરુ પૂનમને ટાણે ભરતી આવી અચાનક એવી,
કિનારે બેઠી હતી પણ મજધારમાં સમાઈ ગઈ.


Comments

  1. વાહ વાહ વાહ આ શબ્દો સિવાય હવે બીજા કોઈ શબ્દો નથી......
    જય બાબા સ્વામી

    ReplyDelete

Post a Comment