આવી જજે સમર્પણના જહાંનમાં


આવી જજે સમર્પણના જહાંનમાં



એમ થોડો મળી જશે એ એકલ નામમાં,
શોધવો પડશે એને કણ કણ તમામમાં;

પ્રેમ તો એનાથી થતી શરૂઆત માત્ર!
બાકી નહિ મળે જો હશે તું અભિમાનમાં;

અંધારે ;અજવાળા ?? માત્ર કલ્પના,
એને હકીકત થતી જોજે શક્તિધામમાં;

બિંદલ કહે અમૃતની પ્યાસ હોય તુજને,
તો આવી જજે સમર્પણના જહાંનમાં.



Comments

Post a Comment


Popular posts from this blog

आभार गुरुदेव

आज के क्षण

प्रार्थना