કહું તો, ખોટું છે


... કહું તો, ખોટું છે ...



હું એકલી વહી નથી શકતી એમ કહું તો, ખોટું છે,
સામુહિકતામાં રહી નથી શકતી એમ કહું તો, ખોટું છે;

સ્વીકારું છુ ડર મને પણ છે, અહંકારનો વિધાતા,
કોઈ વાતથી ડરી નથી શકતી એમ કહું તો, ખોટું છે;

જો તું હશે સાથે તો અહંકાર જોડે પણ લડી લઈશ,
બખ્તરમાં રહી જીતી નથી શકતી એમ કહું તો, ખોટું છે;

બિંદલ તો તુજ સઘળી પ્રીત પામી ગઈ સાંવરા, હવે
નફરતને પ્રીતમાં ફેરવી નથી શકતી એમ કહું તો, ખોટું છે.


Comments

Popular posts from this blog

आभार गुरुदेव

आज के क्षण

प्रार्थना