Posts

Image
એનીજ એક ઓળખાણ છે આજ એનીજ એક ઓળખાણ છે બનાવી રહ્યો છે એ અમૃત જેને એ દિલ પણ આરસપ્હાણ છે મુજને નથી અફસોસ આ ક્ષણ નો એની હારમાં પણ જીતના એંધાણ છે જેને શીખવે છે એ કથા અનુશાશનની એને શું ખબર એ કક્કાથી પણ અજાણ છે પ્રેમ થી એનું દિલ ભરવા મથી રહ્યો એ એને નથી જાણ અહિયાં તો ઊંડી ખાણ છે બિંદલના સાંવરા સ્વામી લુટાવે પ્રેમસાગર પણ આ શું? પ્રેમની નહિ નફરતની રમખાણ છે
Image
ઈશ્વર હોય તુજમાં તો શાને ગુમાન રાખે છે? ઈશ્વર હોય તુજમાં તો શાને ગુમાન રાખે છે ? હોઠોમાં પ્રેમ દિલમાં અભિમાન રાખે છે ? આજ એકથી અનેક સુધી અસત્યની આડશ, પાલવમા લાશ, અને મોઢામાં રામ રાખે છે ? આજતો જોઈ લીધો દુનિયામાં સમાયેલો નાથ, દ્વિમુખી બને લોકો અને વળી હૈયે હામ રાખે છે; બિંદલ તો વિચારતી તુજને જાણી દુનિયા અજાણી ? પણ પાંજરે પૂરી તુજને વ્હાલા એ, હાથમા ડામ રાખે છે. ઈશ્વર હોય તુજમાં તો શાને ગુમાન રાખે છે ? હોઠોમાં પ્રેમ દિલમાં અભિમાન રાખે છે ?

માફ કરજે

માફ કરજે મારા શબ્દો તુજને વાગ્યા હોય તો, માફ કરજે, શબ્દ કેરા કીચડને, તુજ દિલ માંથી સાફ કરજે ; હું તો છુ બુંદ, તું મધમધતો દરિયો વ્હાલા, તુજ વિશાળતામાં આટલું તો કાજ ધરજે; પ્રેમ કરવાનો તો, સ્વભાવ થઇ ગયો છે હવે, મુજ પ્રેમ તુજ ને ખુપે તો, સહેજ અવાજ કરજે ; નફરત તો નહિ કરી સકે બિંદલ કોઈ ને , પરંતુ! મોંન થઇ જઈશ, ત્યારે મુજ મૃત્યુ પર નાજ કરજે; મારા શબ્દો તુજને વાગ્યા હોય તો, માફ કરજે, શબ્દ કેરા કીચડ ને તુજ દિલ માંથી સાફ કરજે.
Image
ક્યાં સુધી? એને મને પૂછ્યું તારા દિલના ધબકાર ક્યાં સુધી? મેં કહ્યું મારો સાંવરો નાથ દિલમાં છે ત્યાં સુધી, કોઈ કહે ગાંડી, કોઈ કહે ભોળી, કોઈ કહે છુ ઘેલી, કોઈને કારણ નથી જીવન, જીવન તો એનો પ્રસાદ! હું તો મારા સાંવરાજી ની માટે તો બિંદલ અલબેલી; એને મને પૂછ્યું આમ ગાંડી રહીશ ક્યાં સુધી? મેં કહ્યું મારા સ્વછોસ્વાસ આ દિલમાં ત્યાં સુધી , સુરજ ની વણેલી સોનેરી લાલી લાલાશમાં, ભલે દુનિયા પૂછે, કેમ વિસરી જિંદગી ની રીત? જીવન તો વીતાવીશ મારા વ્હાલાના મધુમાસમાં; એને મને પૂછ્યું જીવનનું મજાક બનાવીશ ક્યાં સુધી? મેં હસતા કહ્યું આ ધરતી - આકાશ છે ત્યાં સુધી.

જન્મદિનની શુભકામના

Image
.. જન્મદિનની શુભકામના .. આજ નો દિવસ જાણે સાક્ષાત સત્યનો અવતાર લાગે છે, એમના જન્મદિન પર ધરાએ સજેલો શણગાર લાગે છે; મુજ મુખથી નીકળે શબ્દ,સર્વે બને પર્થના એના માટે, રોજ તો પ્રાથના કરતી'તી હું સર્વને માટે, પણ આજ કૈક! મારી પ્રાથનામાં જાણે કે એનો જ અધિકાર લાગે છે; મસ્તક ઝુકે જયારે કોઈ સામે, અર્ચના તારીજ હૈયે ધરે; આરાધના મારી પ્રભુની પાસે, પ્રભુ ને માટે પરંતુ આજ, મારી આરાધનામાં એ ખુદા ખુદ ખેવનહાર લાગે છે! જન્મદિનની ખોબલે ખોબલે શુભકામના નટખટને, ભેટ દેવા તુજને મુજ પાસે મારું કશું નહિ! મુજ જીવન? બિંદલનું આજીવન પણ આપના દિલનો ધબકાર લાગે છે .
Image
... અનુભૂતિની ક્ષણે ... ભર અંધારે ચમકતા સિતારા જોયા છે , તારી પ્રીતમાં એવા તો નઝારા જોયા છે ; હતો એ પગરવ તારા ચરણકમલનો? કે પછી, તારા ચેતનશબ્દો સીધા હ્રદયે પહોચ્યા છે ? સત્ય ની ખોજ હોય રોજ રોજ,પરંતુ આ શું ? આજ સત્યને સામે જોયને સઘળા હોશ ખોયા છે ! વર્ષા તો બહાનું પાલવ ભીંજાવાનું , બાકી! અનુભૂતિની ક્ષણે નયન એટલા તો રોયા છે; બિંદલના સાંવરા સ્વામી, તુજને ના જાણ્યો જેને; એને તો જગતના બધા સુખ પામીને પણ ખોયા છે .
Image
સધળું સર્વસ્વ તારું પણ તું મારો સ્વરૂપ લીલી છમ ધમ ધમતી, નદીઓથી ભરપુર છલ છલતી , માટીની ખુશ્બુથી મધ મધતી ધરતી, ઓ છેલાજી તારી છે! રંગીલાજી તારી છે ; તારક વૃંદ થી સાજ સજતું , ચન્દ્ર ની શીતળતા અર્પતું , સુરજ કેરી રોશની પાથરતું આકાશ, ઓ છેલાજી તારું છે ! રંગીલાજી તારું છે. પ્રેમ રૂપી સઘળી ભાવના, હ્રદયની અંતર તણી કામના, સધળા આત્માની સદભાવના, ઓ છેલાજી તારી છે ! રંગીલાજી તારી છે ; ઓ સૃષ્ટી તણા સર્જનહાર, જીવન નૈયાના ખેવનહાર, સધળું સર્વસ્વ તારું છે , પણ છબીલા તું મારો છે ! ઓ રંગીલા તું બિંદલ નો છે! હા સાંવરા તું મારો જ છે .