Posts

Image
...રાખ થી રાખ સુધી... જીવન સવાલ ? જવાબ ? રાખ થી રાખ સુધી એક શબ્દ જીવન ? મૃત્યુ ? બંને માં છેવટે તો તુજ પ્રાથના મારી ? એની ? અંતિમ માં શૂન્ય સુધી પ્રેમ તું ? સૃષ્ટી ? એકજ જ્યોત બની સાધના અર્પણ ? સમર્પણ ? નષ્ટ અને મોક્ષ ભણી

આપણી ભાષા આપણે જ ચણીએ

Image
આપણી ભાષા આપણે જ ચણીએ આપણી ભાષા આપણે જ ચણીએ પપ્પુ ગીરી તો આપડેજ પઢિયે facebook આપડી રોજનીશી જેવી status આપણા આપણેજ વાણીએ તારી મારી દિલ ની વાતો લોકો શું સમજે આપણી પંચાતો નથી જરૂર કોઈ પણ ની , ચલ ને આપણી શાયરી, આપણેજ લડીએ અમી અંકુ ની મીઠી લાતો એનો મીઠો ડારો ખાવો એવી ક્યારે મળે સોગાતો ? આતો આપણો અતુટ નાતો આરાધના ના અન્નપુર્ણા જેવા વ્હાલ મેગી બનાવી આપે તૈયાર આવા ક્યાં જોવા મળે જામ જહાલ movie માંથી સીધા જમીએ ભોજન થાળ રાધિકા તારી તો શું વાત facebook મતો તારી સાથેજ જમાત comment માં તું હો છો કઈ ખાસ સાથે મળી ને "તે અમો" ગીત કૈક ખાસ ગવાત
Image
દરિયો તરવા નહિ ડૂબવા માટે હોય દરિયા કિનારે હું અને તે બંને ઉભા હતા હું તો હજુ વિચારતી હતી કે દરિયા માં ડૂબું કેવી રીતે ? તરતા તો મને આવડતું નથી ,તરુ કેવી રીતે? ત્યાં તો એક મોઝ સાથે તેને મારો હાથ ઝાલી ને કુદી લગાવી તેના વગર મને આ સાગર નું ઊંડાણ ની ખબર ના પડત કદાચ હું જાણી ના શકી હોત,દરિયો તરવા નહિ ડૂબવા માટે હોય છે આજ તેની જોડે હું ડૂબી છતાં તરી ગઈ મને પણ ખબર નહિ કેવી રીતે ?
Image
તારા ચૈતન્ય નું ધાવણ જોઈએ છે મુજ જેવા મુર્ખ ને જીવવા ગાંડપણ કાફી છે આજ કાલ મનુષ્યો ને જીવવા માટે પણ તારણ જોઈએ છે મારી પાસે નથી કોઈ કારણ જિંદગી માટે આજ તો ઈશ્વર ને પણ જિંદગી ની બધી વાત માં કારણ જોઈએ છે સત્ય ને ચાલવા આજ અસત્ય નું મારણ જોઈએ છે ??? મારી પાસે નથી તારણ કે નથી જિંદગી ની વાતો ના કારણ બિંદલ ને તો માત્ર તારા ચૈતન્ય નું ધાવણ જોઈએ છે .....
Image
નામ શું આપું એ સંબંધ ને ?? કોઈ હસતા ને રોવડાવી દે છે તો કોઈ રોતા ને હસાવી દે છે આવા લોકો દરેક ના દિલ માં એક ઝીંદગી વસાવી લે છે નામ શું આપું એ સંબંધ ને ?? જેઓ ઈના પ્રેમ થી પત્થર ને પણ મનુષ્ય બનાવી દે છે ..! મિત્ર નું ઉપનામ ?? ઠીક પરંતુ આવા લોકો ઈશ્વર ના સ્વભાવને પણ પાછો ફગાવી દે છે જયારે એ આખો ના અશ્રુ ને મોતી બનાવી હોઠો પર સજાવી દે છે

હવે સમાય જા ને મારા મૃત્યુ માં તું ,,,, તનેજ વિનંતી કરું

Image
તનેજ વિનંતી કરું ત્રણ રંગો થી બને બાકી બધા રંગ, મારા માટે એ રંગ તુજ છે મારા માટે હાસ્ય પણ તું અને રુદન થી નીકળતા આંસુ પણ તું ; બાગ ની લીલીછમ હરિયાળી પણ તુજ અને ધખ ધખતા રણ પણ તુજ ,, સત્ય પણ તું અને કટાણે નીકળતું અસત્ય પણ તુજ ; મારા માટે સઘળે ,, સર્વત્ર , સર્વ દિશે તું જ તું છે, ગંગા નું નિર્માલ્ય પણ તું અને ક્યાંક થતો કચવાટ પણ તુજ ; પ્રેમ માં પણ તુંજને માનું અને નફરત ની ધાર પણ તું જ , શું કરું હું ,, હવે મારામાં પણ તુજ ,,, હું ક્યાં ??? પણ જીવિત તો પણ છુજ ; કેમ??? હવે સમાય જા ને મારા મૃત્યુ માં તું ,,,, તનેજ વિનંતી કરું .
જિંદગી જીવી જાણીએ અમને જાજિ ભાષાઓ નું જ્ઞાન નથી પલ્લે પડતું પરંતુ અંતર ભાવ ને આસાની થી પઢી જાણીએ અમને આંસુઓ ને પોછતાં નથી આવડતું એ આંસુ ના પ્રત્યેક ટીપે એમને નવું હાસ્ય આપી જાણીએ અમને ઈશ્વર ને રીજવતા નથી આવડતું પરંતુ એના એક હાસ્ય માટે પાગલ બની જાણીએ બિંદલ ને બીજા ના પ્રેમ માટે મરતા નહી આવડતું પરંતુ બીજા ના પ્રેમ માટે જિંદગી જીવી જાણીએ