હવે સમાય જા ને મારા મૃત્યુ માં તું ,,,, તનેજ વિનંતી કરું
તનેજ વિનંતી કરું ત્રણ રંગો થી બને બાકી બધા રંગ, મારા માટે એ રંગ તુજ છે મારા માટે હાસ્ય પણ તું અને રુદન થી નીકળતા આંસુ પણ તું ; બાગ ની લીલીછમ હરિયાળી પણ તુજ અને ધખ ધખતા રણ પણ તુજ ,, સત્ય પણ તું અને કટાણે નીકળતું અસત્ય પણ તુજ ; મારા માટે સઘળે ,, સર્વત્ર , સર્વ દિશે તું જ તું છે, ગંગા નું નિર્માલ્ય પણ તું અને ક્યાંક થતો કચવાટ પણ તુજ ; પ્રેમ માં પણ તુંજને માનું અને નફરત ની ધાર પણ તું જ , શું કરું હું ,, હવે મારામાં પણ તુજ ,,, હું ક્યાં ??? પણ જીવિત તો પણ છુજ ; કેમ??? હવે સમાય જા ને મારા મૃત્યુ માં તું ,,,, તનેજ વિનંતી કરું . |
Comments
Post a Comment