Posts

Image
નામ શું આપું એ સંબંધ ને ?? કોઈ હસતા ને રોવડાવી દે છે તો કોઈ રોતા ને હસાવી દે છે આવા લોકો દરેક ના દિલ માં એક ઝીંદગી વસાવી લે છે નામ શું આપું એ સંબંધ ને ?? જેઓ ઈના પ્રેમ થી પત્થર ને પણ મનુષ્ય બનાવી દે છે ..! મિત્ર નું ઉપનામ ?? ઠીક પરંતુ આવા લોકો ઈશ્વર ના સ્વભાવને પણ પાછો ફગાવી દે છે જયારે એ આખો ના અશ્રુ ને મોતી બનાવી હોઠો પર સજાવી દે છે

હવે સમાય જા ને મારા મૃત્યુ માં તું ,,,, તનેજ વિનંતી કરું

Image
તનેજ વિનંતી કરું ત્રણ રંગો થી બને બાકી બધા રંગ, મારા માટે એ રંગ તુજ છે મારા માટે હાસ્ય પણ તું અને રુદન થી નીકળતા આંસુ પણ તું ; બાગ ની લીલીછમ હરિયાળી પણ તુજ અને ધખ ધખતા રણ પણ તુજ ,, સત્ય પણ તું અને કટાણે નીકળતું અસત્ય પણ તુજ ; મારા માટે સઘળે ,, સર્વત્ર , સર્વ દિશે તું જ તું છે, ગંગા નું નિર્માલ્ય પણ તું અને ક્યાંક થતો કચવાટ પણ તુજ ; પ્રેમ માં પણ તુંજને માનું અને નફરત ની ધાર પણ તું જ , શું કરું હું ,, હવે મારામાં પણ તુજ ,,, હું ક્યાં ??? પણ જીવિત તો પણ છુજ ; કેમ??? હવે સમાય જા ને મારા મૃત્યુ માં તું ,,,, તનેજ વિનંતી કરું .
જિંદગી જીવી જાણીએ અમને જાજિ ભાષાઓ નું જ્ઞાન નથી પલ્લે પડતું પરંતુ અંતર ભાવ ને આસાની થી પઢી જાણીએ અમને આંસુઓ ને પોછતાં નથી આવડતું એ આંસુ ના પ્રત્યેક ટીપે એમને નવું હાસ્ય આપી જાણીએ અમને ઈશ્વર ને રીજવતા નથી આવડતું પરંતુ એના એક હાસ્ય માટે પાગલ બની જાણીએ બિંદલ ને બીજા ના પ્રેમ માટે મરતા નહી આવડતું પરંતુ બીજા ના પ્રેમ માટે જિંદગી જીવી જાણીએ

એક કિરણ માત્ર થી પણ સવાર પડે

એક કિરણ માત્ર થી પણ સવાર પડે અસત્ય ની આડસ માંથી સત્ય ડોક્યું કરે આ અંધારે એક કિરણ માત્ર થી પણ સવાર પડે છે પ્રેમ સમાયેલો અત્ર તત્ર સર્વત્ર કિન્તુ જેને ગોબર ચુથવા ની ટેવ પડી એ પારસ ને કેમ અડે ? શબ્દ થી વણાયેલ નિ:શબ્દ  શૃંગાર માં છે તું જેની નજર પીંડ ભણી નથી એ બ્રહ્માંડ તરફ ક્યાંથી ચડે ? વિશ્વ ના અનુ રેણું માં તું જ તું છે સમાહિત પરંતુ શ્વેતા અહંકાર ના પરદા ના ખોલે તો તું નજરે ક્યાંથી પડે ?

એકજ તારું સ્મિત માંગું

Image
એકજ તારું સ્મિત માગું નથી જોઈતી કોઈ અલગ ઓળખાણ મારી ગઝલો ની , પરંતુ તારા સ્મિત જડેલા ગીત માગું નથી જોઈતી સ્વર્ણ થી મઢેલ આ મારી ઝીંદગી , પરંતુ તારા હોઠો પર હસી નું સ્થાન માગું નથી જોઈતી રેખા સફળતા ની મારી હથેળી પર પરંતુ તારા હાથ માં હાસ્ય ની રેખા બનું એવું માગું બિંદલ ને જોવે નહી મોક્ષ કે નથી કશું પામવાની ઈચ્છા પરંતુ ઈચ્છા તરીકે એકજ તારું સ્મિત માંગું

શું , સક્ષમ છુ હું?

Image
શું, સક્ષમ છુ હું? એને તો છલકાવી દીધો પ્રેમ નો સાગર શું , સક્ષમ છુ હું એની એક બુંદ પણ ગ્રહણ કરવા ? એને તો મને પોતાની ક્યારની કરી લીધી શું , સક્ષમ છુ હું એની પ્રત્યે ની ફરજો અદા કરવા ? એને તો એના ચરણો માં સ્થાન ક્યારનું આપી દીધું શું , સક્ષમ છુ હું એની પાદુકા નું સ્થાન લેવા ??? કદાચ હું એકય માટે સક્ષમ કે લાયક નહી પણ હે પ્રભો ! હું એટલી તો સક્ષમ છુ ,,,, એને માટે એક પ્રાથના કરવા ... હે ઈશ્વર એકજ પ્રાથના ,,, એના હોઠો પર સદાય સ્મિત બન્યું રહે ,,, એનું દિલ સદાય હસતું રહે love u ,,,

તારા માં હું અને મારા માં તું

Image
તારા માં હું અને મારા માં તું તારા માં હું અને મારા માં તું છતાય કેટલું શોધવું પડ્યું ભવ જળ ખાલી ખોબા જેટલું છતાય કેટલું તરવું પડ્યું આંગળ ઝાલી'તી તે મારી મુજ ને હૈયા માં બેસાડી પણ મુજ શ્રદ્ધા ની ઉણપ થઇ એટલેજ તો આટલું મથવું પડ્યું પ્રેમેથી નૈયા માં બેસારી તોફાનો જીલ્યા તે ભારી મુજ સમર્પણ ની કમી રહી એટલે જ તો આટલું ઝૂઝવું પડ્યું તારા માં હું અને મારા માં તું છતાય કેટલું શોધવું પડ્યું બીન્દલ તો અમથી અહંકાર માં નહી તો આટલું કેમ ભટકવું પડ્યું ?