તારા માં હું અને મારા માં તું
| તારા માં હું અને મારા માં તું તારા માં હું અને મારા માં તું છતાય કેટલું શોધવું પડ્યું ભવ જળ ખાલી ખોબા જેટલું છતાય કેટલું તરવું પડ્યું આંગળ ઝાલી'તી તે મારી મુજ ને હૈયા માં બેસાડી પણ મુજ શ્રદ્ધા ની ઉણપ થઇ એટલેજ તો આટલું મથવું પડ્યું પ્રેમેથી નૈયા માં બેસારી તોફાનો જીલ્યા તે ભારી મુજ સમર્પણ ની કમી રહી એટલે જ તો આટલું ઝૂઝવું પડ્યું તારા માં હું અને મારા માં તું છતાય કેટલું શોધવું પડ્યું બીન્દલ તો અમથી અહંકાર માં નહી તો આટલું કેમ ભટકવું પડ્યું ? |
Comments
Post a Comment