એકજ તારું સ્મિત માંગું
એકજ તારું સ્મિત માગું નથી જોઈતી કોઈ અલગ ઓળખાણ મારી ગઝલો ની , પરંતુ તારા સ્મિત જડેલા ગીત માગું નથી જોઈતી સ્વર્ણ થી મઢેલ આ મારી ઝીંદગી , પરંતુ તારા હોઠો પર હસી નું સ્થાન માગું નથી જોઈતી રેખા સફળતા ની મારી હથેળી પર પરંતુ તારા હાથ માં હાસ્ય ની રેખા બનું એવું માગું બિંદલ ને જોવે નહી મોક્ષ કે નથી કશું પામવાની ઈચ્છા પરંતુ ઈચ્છા તરીકે એકજ તારું સ્મિત માંગું |
Very nice poem. Gujarati is very sweet language.
ReplyDelete:) tnQ
ReplyDelete