માતા તારી ચૂંદડી મા
માતા તારી ચૂંદડી માં બ્રહ્માંડ ના તારા ઓ છે તુજ પગરવ પડે ત્યાં અલખ ના નારા ઓ છે જ્યાં જ્યાં માઁ નજર પડે તારી ખિલી પ્રકૃતિ જો ને કેવી અલગારી આકાશ ના રંગો તુજ હાસ્ય ના ફુવારા ઓ છે માતા તારી ચૂંદડી માં.... શિવ એ સજાવી મોક્ષ ની ક્યારી શક્તિ તુંજ મોક્ષ સુધી ની રાહદારી કલયુગ પાર કરવા તારા ચરણ ના સહારા છે માતા તારી ચૂંદડી માં.... ક્ષમા કરજે માઁ જો થઈ હોઈ ભૂલ મારી ભવ જળ તરવા તુજ આશીર્વાદ ની સવારી ત્રિદેવ તુજ સમુદ્ર ના માત્ર કિનારા ઓ છે માતા તારી ચૂંદડી માં....