જાત સમર્પણ તુજને કરું છુ
| જાત સમર્પણ તુજને કરું છુ મારી રંગીલી દુનિયાની હું રાણી સ્વામી, એમાં રાજા તને કરું છુ તારા પ્રેમ પ્રીત સંસ્કારે ચાલી દ્વેષ, નફરત કરતા હવે ડરું છુ સ્વામી તુજ આશિષ સંગે સંગે આજ બિંદાસ ચારે કોર ફરું છુ બખ્તર ઓઢીને તુજ પ્રીતનું મુજ અહંકાર જોડે બેફીકર લડું છુ સત્ય અનોખું તારું સ્વામી એ સંગીતનો હવે સ્વર કરું છુ બિંદલે તુજને લીધો છે જાણી જાત સમર્પણ તુજને કરું છુ |
Comments
Post a Comment