પ્રેમ તુજ વિશાળ છે હે! નાથ


પ્રેમ તુજ વિશાળ છે


પ્રેમ તુજ વિશાળ છે, હે! નાથ
આજ જાલ્યો છે તે જ તો મુજ હાથ,
સામુહિકતા નો રોજ રોજ નો સંગાથ.

બાળક સાથે બાળક બનતો ..
સત્યના છાયે કેવા કાલા-વાલા ?
નિત્ય સાંભળતો મુજ ફીકી વાત..
પ્રેમ તુજ વિશાળ છે, હે! નાથ;

તુજ પ્રેમ હિંડોળે હિચકતી ..
નફરતની પડવા નથી દીધી ભાળ,
દુઃખના વાયુને જાણે મારતો લાત.!
પ્રેમ તુજ વિશાળ છે, હે! નાથ;

બિંદલ તુજ પ્રીત દીવાની સ્વામી,
હવે તો રોશની જ રોશની ,
સમર્પણમાં ના હોય કદી અંધારી રાત...
પ્રેમ તુજ વિશાળ છે, હે! નાથ.


Comments

Popular posts from this blog

आभार गुरुदेव

आज के क्षण

प्रार्थना