તારું વહાણ છે


તારું વહાણ છે


જાણે છે બધું છતાં કેટલો અજાણ છે ,
નિંદામાં પણ જાણે કરતો વખાણ છે ;

મારી મુજવણ બતાવી , તો કહે :
તું સમજતી નથી, સમસ્યા માટે તો
તુજ પહાડ અને તુજ ખાણ છે ;

મેં બોલાવ્યો એને આજીજી કરી ,
આવી ને એટલું બોલી ગયો :
હું તારીજ અંદર! એની તને જાણ છે?

શ્વેતાએ જયારે મોક્ષ માંગ્યો એની પાસે,
એ હસીને માત્ર એટલુજ બોલી શક્યો :
મારા હાથમાં છે શઢ, પણ તારું વહાણ છે.


Comments

Popular posts from this blog

आभार गुरुदेव

आज के क्षण

प्रार्थना