એક જ સરખું
તારું મારું એનું ; છે આ બધું કોનું ?
ન તારું , ન મારું , ન એનું ; આ સધળું પ્રકૃતિ નું
જ્યાંથી મળ્યું તેમાંજ સમાવાનું ; ફરી થી એજ શૂન્ય થવાનું

શબ્દ ની ભાષા તારી મારી સર્વ ની જુદી જુદી પણ
મૌન ની ભાષા ચૈતન્ય તણી બધા ની સરખી

બહારી ધર્મ તારો મારો સર્વ નો જુદો પણ
ભિતરી મનુષ્ય ધર્મ બધાનો એક જ સરખો

બહાર થી હું તું સર્વ જુદા જુદા પણ
ભિતર નો આતમ સર્વ નો એકજ સરખો

ચાલો બહાર થી અંદર ની તરફ આવી ફરી એક થઈએ
ચાલો સત્ય ના સ્વર ને ગુંજવી ફરી શૂન્ય થઈયે

Comments

Popular posts from this blog

आभार गुरुदेव

आज के क्षण

प्रार्थना