તું મારો સ્વામી પ્રીતમ મારા સપનામાં આવને જાણી જાણી, હું તો થઈશ મીરાં,અને તું મારો સ્વામી; આજ દીપાવલીમાં તો એવા રંગ લગાવ્યા, મુજ મન કેરા દીપક જળહળતા જગાવ્યા, મુજ ગીતમાં તુજ છે રાગ અને તુજ રાગીની, પ્યારા તારી પ્રીતને ક્ષણે ક્ષણે રહી માણી; સતરંગી સૂરમાં પચરંગી પ્રેમ તારો, દેવાંગી દેહમાં સર્વાંગે સ્નેહ તારો; આજ નવા કેટલાય સજ્યા છે સાજ, તોય તારો ને મારો એ જ જુનો રીવાજ, વહેલા આંગણે પધારો હો રંગીલા રાજ, હવે પ્રત્યેક વર્તને તુજને લીધો છે વખાણી; પાવડીના પગરવમાં ચમકીલી ચાલ તારી, દિલના દરવાજામાં હાસ્ય હીલોળ તારી; આજ પ્રેમની કરી દે ને રેલમછેલ, રાજ ઉતારી અહંકારની મોટી હેલ, બિંદલ નાચશે બનીને મોરની ઢેલ, સાંવરા સ્વામી તુજ પ્રેમમાં રંગાણી; પ્રીતમ મારા સપનામાં આવને જાણી જાણી, હું તો થઈશ મીરાં,અને તું મારો સ્વામી. |
प्रार्थना
प्रार्थना वो है,जब शब्द से पहले अश्रु धार निकले, दुःख में ही नहीं, वो सुख में भी बारंबार निकले अपेक्षा, इच्छा जब बंधी न हो उसमें, प्रत्येक क्षण अनंत श्रद्धा से बेशुमार निकले । पुकार हो तो ऐसी की , आकर से निराकार निकले, स्वप्न सी सृष्टि में में से वो तक की राह पर झुकना ऐसे सिर्फ समर्पण से भावपार निकले। "मैं" को मिटने आत्माकी गहरी पुकार निकले , जब शब्दों से परे मौन से ही करी जाती हो, सहस्त्रार से प्रभु के प्रेम की रस धार निकले।
પાવડીના પગરવમાં ચમકીલી ચાલ તારી,
ReplyDeleteદિલના દરવાજામાં હાસ્ય હીલોળ તારી.........
wah bindal didi kharekhar khubaj sars rachna chhe, aane tame achhuk madhuchaitanya ma prakashan mate aapjo
jbs :)
tnQ :) sure i will post it
ReplyDelete