માત્ર તારી એક હસી
| માત્ર તારી એક હસી કોઈને માટે સંપતિ કોઈને માટે સંસારની સઘળી ખુશી, પણ મારા માટે મારું જીવન માત્ર તારી એક હસી; જીવનની લાલીમાં જેમ પ્રત્યેક ક્ષણ રહેતી આખોમાં, પ્રેમની અવિરત ગંગા તારી વહેતી અનેક શ્વાસોમાં; કોઈને માટે તું ગુલાબ તો કોઈને મન કમલ કળી, મારામાટે તું, જીવન સતરંગી કરતી મારી માવડી ; પંખીની ઉડવાની હોશ હમેશ એની પોતાની પાંખોમાં, એમ હું ઉડતી અવકાશ આકાશ તુજ પ્યારી વાતોમાં; કોઈનો તું ઈશ્વર, કોઈનો અલ્લાહ, તો કોઈનો મનમાની, પણ બિંદલ માટે તો તું રહીશ હમેશાં સાંવરો સ્વામી; કોઈને માટે સંપતિ કોઈને માટે સંસારની સઘળી ખુશી, પણ મારા માટે મારું જીવન માત્ર તારી એક હસી. |
સરસ :)
ReplyDeletetnQ Umeshbhai
ReplyDelete