તું મારો સ્વામી


પ્રીતમ મારા સપનામાં આવને જાણી જાણી,
હું તો થઈશ મીરાં,અને તું મારો સ્વામી;

આજ દીપાવલીમાં તો એવા રંગ લગાવ્યા,
મુજ મન કેરા દીપક જળહળતા જગાવ્યા,
મુજ ગીતમાં તુજ છે રાગ અને તુજ રાગીની,
પ્યારા તારી પ્રીતને ક્ષણે ક્ષણે રહી માણી;

સતરંગી સૂરમાં પચરંગી પ્રેમ તારો,
દેવાંગી દેહમાં સર્વાંગે સ્નેહ તારો;

આજ નવા કેટલાય સજ્યા છે સાજ,
તોય તારો ને મારો એ જ જુનો રીવાજ,
વહેલા આંગણે પધારો હો રંગીલા રાજ,
હવે પ્રત્યેક વર્તને તુજને લીધો છે વખાણી;

પાવડીના પગરવમાં ચમકીલી ચાલ તારી,
દિલના દરવાજામાં હાસ્ય હીલોળ તારી;

આજ પ્રેમની કરી દે ને રેલમછેલ,
રાજ ઉતારી અહંકારની મોટી હેલ,
બિંદલ નાચશે બનીને મોરની ઢેલ,
સાંવરા સ્વામી તુજ પ્રેમમાં રંગાણી;

પ્રીતમ મારા સપનામાં આવને જાણી જાણી,
હું તો થઈશ મીરાં,અને તું મારો સ્વામી.

Comments

  1. પાવડીના પગરવમાં ચમકીલી ચાલ તારી,
    દિલના દરવાજામાં હાસ્ય હીલોળ તારી.........


    wah bindal didi kharekhar khubaj sars rachna chhe, aane tame achhuk madhuchaitanya ma prakashan mate aapjo

    jbs :)

    ReplyDelete

Post a Comment


Popular posts from this blog

आभार गुरुदेव

आज के क्षण

प्रार्थना