પ્રેમનું બીજું નામ એટલે પપ્પા



પપ્પા આતો ખાલી આપણી બંનેની વાત
મમ્મી સાથેનાં જગડામાં તમારો મળતો સંગાથ
સાયકલ સીખતી વખતે પાછળ દોડી રહેલો આપનો હાથ
મારી બનાવેલી રસોઈ અને આપનો "વાહ સરસ" નો સાદ
59% માર્ક લાવું તો પણ મળતો મીઠો આશીર્વાદ
આપના પ્રેમે બનાવી છે મને કૈક ખાસ
ભલેને પછી દુનિયા માટે સાવ બકવાસ
મારે નથી જીતવો ઈશ્વરનો વૈરાગ
મેં જીતી લીધો છે આપનો વિશ્વાસ
પપ્પા આતો ખાલી આપણી બંનેની વાત


Comments

Popular posts from this blog

प्रार्थना

उनसे बेहतर बताओ ना