તુજ શ્રદ્ધામાં જરા ભૂલ હતી



મેં કર્યા એને કેટલાય સવાલ

ના હતી એ ઉચી ઈમારત તેમ છતાય ઢળી પડી ચણવામાં ભૂલ હતી ?
ફરી બનાવવા એટલીજ મંગાવેલ ઇંટો ઓછી પડી ગણવામાં ભૂલ હતી?

હજી પણ જોવે છે મને તારા શબ્દ તણું નીર એને પાક બનાવવા
નથી સમજી શકતી તારું મુક પણું, મુજ સમર્પણમાં ભૂલ હતી?

બિંદલ બની સશક્ત છતાં અશક્ત એક ઈંટ પણ ઉપાડવા
બની રહી હજુ પણ તુજ પર નિર્ભર, મુજ સાધનામાં ભૂલ હતી?

એને થોડી વાર પછી કહ્યું કે દીકરી, સામે જો

હું ક્ષણે ક્ષણ તારી સાથેજ છું, બસ તુજ શ્રદ્ધામાં જરા ભૂલ હતી
મેં તારી પ્રેમ તણી ઈમારત વધુ પાક બનાવી, ફરી સજાવી
તું જયારે અહંકાર અને આત્મગ્લાનીના પ્રશ્નોમાં મશગુલ હતી



Comments

Popular posts from this blog

आभार गुरुदेव

आज के क्षण

प्रार्थना