મુજ જીવન ટમટમે





તું ત્યાંથી દુર નજરે પડે, ત્યારે એવું લાગે મને
તુજ હૈયું સ્પંદન કરે અને મુજ જીવન ટમટમે
લાલ નહિ લીલી નહિ, નહિ સતરંગી થવું મને
સ્વામી મને તો ફક્ત તુજ રંગમાં રંગાઈ જવું ગમે

મુજમાં તું અને તુજમાં સકળ વિશ્વનો પ્રેમ ભળે
પગરવે તુજ ચરણકમળનાં મુજ મસ્તક નમે
સાધક હૈયે તુજ પ્રેમ વ્યાપ્ત એવોતો નજરે ચડે
આજ સકળ આલાપે સાધક, સ્વામી થઇને ભમે

નજરોમાં જડાવ્યું તુજ સ્વરૂપ,બીજું તે કેમ ગમે?
મુજ હૈયે વસતો તું , મુજ નૃત્યમાં તુજ થનગને
બિંદલ ગાંડી-ઘેલી અલબેલી તારી થઈને ધૂમે
હો રંગીલા તુજ પ્રેમની અથાંગ ગંગામાં વહે અને જુમે

Comments

Post a Comment


Popular posts from this blog

प्रार्थना

उनसे बेहतर बताओ ना