અજાણ સર્વથી, તુજને જાણું





ઓ પ્યારા, પ્રિયતમ, સમજણ નથી તુજને સમજવાની
હું તો તુજને મારી પ્રાથનામાં સમાવી પ્રેમ કરી જાણું

હા, નથી કોઈ બુજ તારા મોંન કે શબ્દોને પરખવાની
હું તો તારા આંસુની જોડે વહેતા હાસ્યને જીવી જાણું

કોને પરવાહ છે અહી જીવનના લક્ષ્યની કે મોક્ષની
સ્વામી, ફક્ત તારી આંગળી પકડીને ચાલી જાણું

નહિ સમજણ સત્ય, અસત્ય જોઈ ચાલ ચાલવાની
તુજ હ્રદયના સ્પંદન સુણી સઘળા નિર્ણય લઇ જાણું

હા સ્વામી, બિંદલ તો તુજ ચરણોમાં જ રહીજવાની
બાકી આમજ જાણું છું કહી અહંકાર નોતરી જાણું

Comments

Post a Comment


Popular posts from this blog

आभार गुरुदेव

आज के क्षण

प्रार्थना