ફાલ્ગુન ની પહેલી સવાર

તું ચાલતો ગયો ને પછી, હું તુજ પાછળ દોડી આવી,
ફાગણ ના ફૂલો સરીખી, મુજ હૃદયની ફોરમ આવી.

આંબા ના મોહર સરીખી, મારી આત્મા પણ મોહરી આવી,
તુજ આશીર્વાદ થી, મુજ સાધના ફૂલ ક્યારી ખીલી આવી .

કેસુડા ના રંગ સરીખી હું, તુજ સાફ જળ માં રંગાઈ આવી,

ફાગણ ની પહેલી પરોઢે, સૂર્ય કિરણ થકી તુજ ચરણે નમી આવી.

તું ચાલતો ગયો ને પછી, હું તુજ પાછળ દોડી આવી .

Comments

Popular posts from this blog

आभार गुरुदेव

आज के क्षण

प्रार्थना