ભાવે છલકતી ભાવનગર નગરી


પ્રેમ ભાવથી ભરેલી આ ગગરી,
ભાવે છલકતી ભાવનગર નગરી;

રંગીલી સંસ્કૃતિના છાંયે છાંયે,
વીર શુરાઓ એ રક્ષેલી નગરી,
અનેક ભાવ રંગોથી થઇ સતરંગી,
ભાવે છલકતી ભાવનગર નગરી;

દાદાગુરુંની છે જન્મભૂમી,
દેવી તત્વોએ બક્ષેલી નગરી,
પ્રેમ-પુણ્યની જ વાતો અહિયાં,
ભાવે છલકતી ભાવનગર નગરી;

સુરજ આવે સવારે ગઠીયા સાથે,
ચાંદા મામાની સોમ્ય નગરી,
ભરતી સાથે પ્રેમની હીલોળ લેતી,
ભાવે છલકતી ભાવનગર નગરી;

આમે ટેણકા-મેણકા પ્યારા બાપુના,
આતો હવે બાપુની પ્યારી નગરી,
પ્રાથના, ભાવ સાથે તુજમાં સમાહિત,
ભાવે છલકતી ભાવનગર નગરી

પ્રેમ ભાવથી ભરેલી આ ગગરી,
ભાવે છલકતી ભાવનગર નગરી.

Comments

Post a Comment


Popular posts from this blog

आभार गुरुदेव

आज के क्षण

प्रार्थना